Gujarat

 સાગર પરીક્રમા યાત્રા અંતર્ગત માંગરોળ આવતા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને માંગરોળ બંદર પર  ૨૨૪ કરોડના ખર્ચે બની રહેલ જેટી ના કામમાં થયેલ ગેરરીતી ની તપાસ માં ભીનું સંકેલવા થતાં પ્રયત્નો

 સાગર પરીક્રમા યાત્રા અંતર્ગત માંગરોળ આવતા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને માંગરોળ બંદર પર  ૨૨૪ કરોડના ખર્ચે બની રહેલ જેટી ના કામમાં થયેલ ગેરરીતી ની તપાસ માં ભીનું સંકેલવા થતાં પ્રયત્નો સામે  આમ આદમી પાર્ટી માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમાએ આવેદનપત્ર પાઠવી તટસ્થ ન્યાયિક અને પારદર્શક તપાસ અને તેમાં જેની કથીત સંડોવણી હોવાનું ચર્ચાઈ છે તેવા ભાજપના સ્થાનિક અગ્રણી, સાંસદ, કોન્ટ્રાક્ટ, મેરી ટાઈમ બોર્ડના જવાબદાર અધિકારીઓ, મત્સ્યોદ્યોગ કમિશ્નર,થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી કંપની સહિતનાઓની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર થી માંગ કરી છે
     ૨૦૧૭ ની બીજી ઓક્ટોબરે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ના હસ્તે ૨૨૪ કરોડના ખર્ચે એક હજાર ફીસીગ બોટો ના પાર્કીગ સહિતની સુવિધા સાથે ગુજરાત સરકારે મંજૂર કરેલ જેટીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ જેટીના પ્રથમ તબકકા ના ૧૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ જેટીનુ લોકાર્પણ થાય તે પહેલાં જેટી માં પાર્કીગ થનાર બોટો ને દરીયાના મોજાંથી બચાવવા તૈયાર કરાયેલી બ્રેકીગ વોટર વોલ માં ગાબડાં પડી ગયા બાદ તેની ઉપર બનાવાયેલ આરસીસી ના ૧૧૦૦ મીટરનો વોક વે પણ તુટી પડતાં નબળી કામગીરી થયાનુ બહાર આવતા આમ આદમી પાર્ટીના માંગરોળ એકમ દ્વારા આ કામ માં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરી લાખોની હેરાફેરી કરવામાં આવી હોવાનું જણાવી આ કામમાં થયેલ ગેરરીતી અને ભ્રષ્ટાચાર બાબતે તપાસ હાથ ધરી સંડોવાયેલા સામે કાર્યવાહી કરવા માંગ કરતી ફરીયાદ ગત જૂલાઈ માસમાં મુખ્યમંત્રી સહિતના ને કરતા મત્સ્યોદ્યોગ કમિશ્નર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા ને બદલે જેટીની ડીઝાઈન માં ખામી ના નામે કૌભાંડ છાવરવા પ્રયત્ન થતાં આમ આદમી પાર્ટીના માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમાએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, પીએમ મોદી સહિતનાઓ ને પત્ર પાઠવી તપાસ રફેદફે કરવા થઈ રહેલ પ્રયત્નો બાબતે ફરીયાદ કરી હતી છતાં મત્સ્યોદ્યોગ કમિશ્નર કે જેની પણ આ પ્રકરણમાં સંડોવણી હોવાનું ચર્ચાઈ છે તેના દ્વારા કોઈ ગંભીરતા ન લેવાતાં આ બાબતે તપાસમાં ભીનુ સંકેલવા થતાં પ્રયત્નો બાબતે આમ આદમી પાર્ટીના માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમાતથા ઈસ્માઈલ કાલવાતએ માંગરોળ પધારેલા કેન્દ્રીય ફીશરીઝ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ ની માંગ કરી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *