ED દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તપાસના વિરોધમાં ધરણાં પ્રદર્શન….
જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે ગઈકાલે મામલતદાર કચેરી સામે વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીને ભાજપના ઈશારે ED દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય તેવા આક્ષેપને લઇ સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.ત્યારે ગઈકાલે વંથલી ખાતે મામલતદાર કચેરી સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.આ તકે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાનશાહ,તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, સુભાષ ડાંગર,રમેશ વાણવી,રફીકશા સર્વદી, કારાબાપા મણવર, ભીમશીભાઇ ભેટારીયા સહિત અનેક કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી


