Gujarat

વડોદરામાં આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી

વડોદરા
સુરતમાં ભાજપ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો, પુરુષોને માર મારવામાં આવ્યો તથા મહિલાઓના કપડાં ફાડવામાં આવ્યા હતા. આ અત્યાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરુદ્ધ વડોદરા ડેરી ડેન સર્કલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા દેખાવો કરવાની સાથે સાથે નારેબાજી કરાઈ હતી. આ દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને આમ આદમી પાર્ટી વડોદરાના શહેરના પ્રમુખ સહીત અન્ય પદાધિકારી તથા મહિલા પદાધિકારીની અટકાયત કરવામાં આવી હતી.ગુજરાત સ્થાપના દિવસના રોજ સુરતમાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી વડોદરામાં આપ કાર્યકરો દ્વારા સી.આર.પાટીલ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *