Gujarat

વડોદરામાં પરિણીતાએ પતિ તથા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી

વડોદરા
ઝાલોદ નગરના મણીબેન હાઈસ્કુલની સામે ડબગરવાડા ખાતે રહેતા પરિણીતાના લગ્ન તારીખ ૨ ફેબ્રુઆરી,૨૦૧૨રોજ વડોદરા વાઘોડીયા મુકામે રહેતાં મિહીર સુંદરલાલ ટેલર સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરિણીતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું. પરિણીતાને પતિ મિહીરભાઈ બેફામ ગાળો બોલી અવાર નવાર મારકુટ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. તું મારા ઘરમાંથી નીકળી જા, મારે તને રાખવી નથી, તું મને ગમતી નથી, મારે તને છુટાછેડા આપી દેવાના છે અને મારા ઘરમાં રહેવું હોય તો તારા બાપાના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. સાસરીપક્ષના સુંદરલાલ છગનલાલ, વિણાબેન સુંદરલાલ, શિતલબેન પિયુષકુમાર છત્રીવાલા અને રીપલબેન રીતેશકુમાર છત્રીવાલા પણ હેરાન પરેશાન કરતાં હતાં .ત્યારે એક દિવસ પરિણીતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પીડિતા પોતાના પિયર આવી પહોંચ્યા હતા. આ સંબંધે પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા ખાતે લગ્ન કરેલી પરિણીતા હાલ તેના પિયરમાં ઝાલોદ રહે છે. તેના પતિ તથા સાસરીયાઓ દહેજની માંગણી કરી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપતા હતા. પતિ મારઝુડ કરતો હતો. આવા અમાનુષી ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝાલોદ પિયર મુકામે આવી પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

file-02-page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *