છોટાઉદેપુર તાલુકાના બદલા ગામે રમેશભાઈ દુરસિંગ ભાઈ રાઠવા નું મકાન બળીને ખાખ થઈ ગયું હતું અને તેમના ઘરમાં બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, ત્યારે તેના પરિવાર ને છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાન ભાઈ રાઠવા ના હસ્તે 25, હજાર રૂપિયાનો ચેક તેના પરિવારને આપવામાં આવ્યો ત્યારે તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


