Gujarat

વડોદરા શહેરનમાં તળાવમાં એવી તો કેટલી શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી કે વીડિયો વાઇરલ થતાં ભારે સર્જાયો વિવાદ

વડોદરા
વડોદરા શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે અને શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જાેવા મળી રહી છે. વડોદરા શહેરના ગોરવા દશામા તળાવ પાસે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. એની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વીડિયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટરચાલકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. તદુપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના રૂ. ૬૦૦ આપવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ સમયે ત્યાં વોર્ડ નંબર ૧૦ના કાઉન્સિલર નીતિન દોંગાની પણ કાર હાજર હોવાનું જણાઈ આવતાં ભારે વિવાદ થયો છે. તેમણે રાત્રે ફાયરબ્રિગેડની મદદથી દશામા તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું પોતાના હાથે વિસર્જન કર્યું છે. તદુપરાંત બપોરે પણ શ્રીજીની મૂર્તિઓને વિસર્જિત કરવા તેઓ આવ્યા હતા, પરંતુ તેમના ગયા બાદ અન્ય કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે. તેમની કાર ત્યાં હોવાના પ્રશ્ન સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું કે વીડિયો અગાઉથી લીધેલો હોવો જાેઈએ. ઉલ્લેખનીય છે કે નીતિન ડોંગાએ તાજેતરમાં જ ગોત્રી સારાભાઈ સોસાયટી સામે કુંડ બનાવ્યો હતો, જેમાં ત્રણ નદીના આ પાણીમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *