Gujarat

વલસાડના યુથ કોંગ્રેસ કાર્યકરોને ડિટેન કરાયા

વલસા
રાજ્યમાં બેરોજગરી અને વનરક્ષકની પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે યુવા સ્વાભિમાન સંમેલન હેઠળ સોમવારે વિધાનસભા ભવનનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના યુથ કોંગ્રેસના કાર્યકરો કાર્યક્રમમાં પહોંચે તે પૂર્વે વલસાડ પોલીસે યુથ કોંગ્રેસના ૩ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. સીટી પોલીસ મથકે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી, સહિત ૩ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં વધતી જતી બેરોજગરી અને સરકારી નોકરીઓ માટે લેવાનારી પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે રાજ્યમાં બેરોજગાર યુવકોને સરકારી નોકરી અપાવવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ભવન ખાતે આજરોજ ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુદ્દે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યક્રરો કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં વલસાડ સીટી પોલીસના જવાનો ને ડિટેન કરવામાં આવ્યા હતા. સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન સંમેલન’ (વિઘાનસભા ઘેરાવ) માં નીકળેલા વલસાડ જિલ્લા યુથ કાૅંગ્રેસ ના યુવા નેતા માજી યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ, વલસાડ જિલ્લા યુથ કાૅંગ્રેસ મહામંત્રી રાહિલ શૈખ અને વલસાડ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા ને પોલીસ ડિટેન કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *