નડિયાદ
વસોમાં પાંચ પાટડી વિસ્તારમાં રહેતા કાજુંભાઈ રમણભાઈ અમીન પરિવાર સાથે ગત ૧૮મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રાજસ્થાન સાળાની દીકરીના લગ્નમાં ગયા હતા. અને ૨૨મી જાન્યુઆરીના રોજ સાંજના છ વાગે લગ્નમાંથી પરત આવ્યા હતા. આ સમયે થાકેલા પાકેલા સૌ પરિવારના સભ્યો જમીને સુઈ ગયેલા હતા. મકાન બંધ હતું ત્યારે ઘરમાં થી લેપટોપ ચાર્જર સાથેનું અને એક એમ આઇ. કંપનીનો સ્માર્ટ ફોન ચોરી થઈ ગયું હોવાની જાણ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી આવેલા પરિવારને થઈ હતી. વસો પોલીસે બે તસ્કરોને પકડ્યા હતા તેમની પાસેથી આ કંપનીનું લેપટોપ રૂપિયા ૨૫ હજાર તથા લેનોવો કંપનીનું ચાર્જર અને એમ. આઇ,કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ પકડાયેલા વિમલભાઇ ઉર્ફે ભુવાજી ચંદુ ભાઈ ચૌહાણ (રહે.વસો, પાંચ હાટડી) અને સિંચનભાઈ મેશભાઇ રાવળ (રહે.વસો, એ.જે.હાઇસ્કુલ સામે, રાવળ વાસ)એ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. ઘર બંધ હતુ આ સમયે આ બંને ઈસમોએ આ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે કે અન્ય કોઈ ઠેકાણે ચોરી કરી કે નથી તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.વસોમાં પરિવાર મકાન બંધ કરીને રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયું હતું તે દરમિયાન તેમના મકાનમાંથી ચોરી કરનાર બે શખ્સોને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


