Gujarat

વાલીયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન યોજાયું

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.
વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ઈન્ચાર્જ આચાર્ય ડો.શર્મિલા પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડો.દિલાવરખાન પઠાણ, પ્રા.ડો.દિનેશસિંહ રાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી કેસરીસિંહ સાયણીયા તરફથી વિદ્યાર્થીનીઓને સ્વચ્છતાનું મહત્વ, સ્વચ્છતાની જરૂરિયાત અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા અભિયાનનો આજીવન અમલ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
જ્યારે ઈન્ચાર્જ આચાર્ય ડો.શર્મિલા પટેલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ, ગંદકીથી થતા નુકશાનો અંગે સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાનું ઘર, આંગણું, ફળીયું અથવા સોસાયટી અને ગામને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓ અને એન.એસ. એસ.સ્વયંસેવિકાઓ દ્વારા કોલેજ કેમ્પસ અને ગાર્ડનની સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *