જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરનાં આદેશ મુજબ વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે માટે આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાંતા. ૨૧/૦૨/૨૦૨૨ના રોજ કાલાવડ મું. જી.ઇ.બી. ઓફીસની સામે, વાવડી રોડખાતે,તા. ૨૨/૦૨/૨૦૨૨ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસે, તા. ૨૩/૦૨/૨૦૨૨ના રોજ લાલપુર અને જામજોધપુર ખાતેવાહનોના ફિટનેશ થશે.
ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
