Gujarat

 વિકાસના કામોનું ખાતમૂર્હત, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા

વંથલી તાલુકાના ઝાપોદડ ગામે વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચતા મહાનુભાવો,ગ્રામજનો એ સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અને વિકાસના કામોની ભેટ ગ્રામજનોને મહાનુભાવોના હસ્તે અપાય હતી.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાપોદડ ગામે વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું આગમન થતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. વંથલી તાલુકાના ઝાપોદડ થી ધોરાજી તાલુકાના છત્રાસા જતા રસ્તા ઉપર નાળા પુલિયાના કામનું ખાતમુહૂર્ત, વંથલી તાલુકાના ઝાંપોદડ ગામ થી ગળવાવ જતા રસ્તે નાળા પુલિયાના કામનું ખાતમુહૂર્ત યોજાયું હતું. તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ, વૃક્ષારોપણ, સરકારશ્રીની ૨૦ વર્ષની ઉપલબ્ધિની ઝાંખી દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ થઈ હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vande-gujarat-sakhi-stoll-3.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *