Gujarat

વિચરતી જાતિના ૬૨ પરિવારોને રહેણાંત હેતુ મફત ૧૦૦ વારના પ્લોટની ફાળવણી સહિતની કામગીરી બિરદાવાઈ  

કલેક્ટર શ્રી રચિત રાજની પ્રજાલક્ષી કામગીરીની નોંધ લેવામાં આવી છે. માણાવદર તાલુકાના વિચરતી જાતિના ૬૨ પરિવારોને રહેણાંત હેતુ મફત ૧૦૦ વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. સાથે જ આ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ-સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ ચેકઅપ કરવાની સાથે નશામુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

     વિચરતી જાતિના આ પરિવારોને સમાજની મુખ્ય ધારામાં જોડવા માટેના કલેક્ટર શ્રી રચિત રાજના આ પ્રયાસોને ભારત સરકારના વિચરતિ જાતિના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય મિત્તલ પટેલે ટ્વીટરના માધ્યમથી આવકાર્યા છે. આ સાથે તેમણે કલેક્ટરશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.

     મિત્તલ પટેલે ટ્વીટર પર લખ્યુ કે, ‘‘સામેથી સરનામા વિનાના, ઘરવિહોણા પરિવારોને શોધી તેમને મદદ કરવી એ ખૂબ મોટુ કાર્ય છે. આ પરિવારની આ પેઢીઓ તમને યાદ રાખશે તે નક્કી…. પ્રણામ.’’ આમ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરાયેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *