Gujarat

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

આગામી તા. 11 થી 13 જુલાઈ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ ક્માન્ડીંગ ઓફિસરશ્રી, CISF યુનિટ રિલાયન્સ, જામનગર દ્વારા આગામી તારીખ 11, 12, 13 જુલાઈ આમ દિવસ – ૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ ક્માન્ડીંગ ઓફિસરશ્રી દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની યાદીમાં જણાવવામાંઆવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *