Gujarat

વિધાનસભા ગૃહમાં કાૅંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને ૭ દિવસ માટે સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્નનો યોગ્ય જવાબ ન મળતાં ગરમાગરમી છવાઇ હતી. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવી દાદાગીરી ન ચલાવી લેવાય. ગૃહમંત્રીના આ જવાબને લઇને કોંગીજનોએ હોબાળો કર્યો હતો, જેની સામે ભાજપે પણ હંગામો કર્યો હતો, જેથી ગૃહની કામગીરી અટકી પડી હતી. કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશે આ દરમિયાન ગૃહમંત્રી સામે બિનસંસદીય શબ્દનો (ટપોરી) પ્રયોગ કર્યો હતો. ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કર્યું, અને અધ્યક્ષે પૂંજા વંશને પોતાના શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું, ત્યારે વિધાનસભા ગૃહમાં કાૅંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને ૭ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવાયો હતો. ભાજપ વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પૂંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જાેરે પસાર થઇ હતી. ત્યારે કાૅંગ્રેસના તમામ સભ્યોએ સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો હતો. વિધાનસભાના ગૃહના બજેટસત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતાં કોંગ્રેસે ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતાં રાજ્યપાલે ૫ મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. ગત ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર્સ બતાવી વિરોધ કરી વેલમાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં.

Punja-Vansh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *