રાજકોટ જિલ્લાના વિરપુર (જલારામ) ખાતે સાસરું ધરાવતી અને હાલ માવતરે ધોરાજી ખાતે રહેતી કોળી પરિણીતા કોમલબેન નિલેશભાઈ ધામેચા(ઉ.વ.27)એ પતિ નિલેશ ઉર્ફે રવિ, સસરા રમેશ, સાસુ શોભનાબેન અને નણંદ પ્રિયાબેને બોલાચાલી કરી ત્રાસ આપી ધમકી આપી હોવાની ફરિયાદ ધોરાજી પોલીસ મથકે નોંધાવી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં પરિણીતા કોમલબેને જણાવ્યું છે કે, તેમના પિતાનું નામ સુરેશભાઈ બચુભાઇ ચાવડા છે. હાલ તે ધોરાજીના ફરેણી રોડ નચીકેતા સ્કૂલ પાસે પોતાના માવતરે રહે છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. મારા લગ્ન ગઇ તા.29/02/2019 ના રોજ વિરપુર ખાતે હુડકો સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા નિલેશ રમેશ ધામેચા સાથે થયા હતા.
મેરેજ બાદ હું મારા પતિ સાથે વિરપુર જલારામ ખાતે મારા પતિના ઘરે 2હેવા ગઈ હતી, ત્યાં એકાદ મહિનામાં જ મારા સાસુ શોભનાબેન નાની નાની બાબતમાં તથા ઘરકામમાં મેણા ટોણા મારી મને કહેતા કે તારે ઘરની બહાર નીકળવું નહીં, આ વાત મારા પતિને કરતા તેણે પણ મારા સાસુ તરફી જ બોલ્યું હતું. મારા પતિ ક્યારેક ક્યારેક લાફા પણ મારી લેતા અને આમ ત્રાસ આપતા હતા. મારા સસરા રમેશભાઇ હમીરભાઇ ધામેચા પણ મને કહેતા કે તમારે સાડી પહેરીને જ રહેવું અને બહાર ક્યાંય જવું નહીં, આમ કહી ત્રાસ આપતા અને મારા નણંદ પ્રિયાબેન કહેતા કે તને શાક બનાવતા આવડતું નથી અને મારા નણંદ કંઇ કામ કરે નહી અને હું કામ કરું તેમાં મને ટોકતા હતા. મારો પતિ મને અવાર નવાર ધમકી આપતો કે તારાભાઇ કિશનનો પાવર હોયતો કાઢી નાખજે તેને પણ મારી નાખીશ.
વધુમાં કોમલબેને કહ્યું કેસ, ત્રાસ સહન ન થયા બાદમાં હું માવતરે રિસામણે આવી જતા ખાધા ખોરાકીનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલુ હતો. આ કેસની તા.29 /1/ 2022 ના રોજ મુદત હોય પરંતુ કોરોનાના કારણે કોર્ટ બંધ હોય જેથી આ મારા પતિ તથા સાસુ તથા સસરા તથા નણંદ પ્રિયાબેન એમ બધા અમારા ઘરે આવીને મારી સાથે તથા મારા માતા જયશ્રીબેન સાથે ઝઘડો કરી અપશબ્દો કહ્યા હતા.
ધમકી આપી હતી કે, કે કોમલને તો ગમે તેમ કરી ઉપાડી જશું, અને આડા આવ્યા તો ટાંટીયા ભાંગી નાખીશું, આ ઉપરાંત મારા માવતરે ચડાવેલા સોનાનો ચેઇન તથા બે સોનાની વીંટી પણ તેમની પાસે હોય જે મને ચડાવેલ ક્ધયાદાનનું ધન હોય તે આપવાની પણ ના પાડતા હતા. ધોરાજી પોલીસ મથકના એએસઆઈ એચ.બી.ગરેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પી.જી. હરણે ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ મહિલા પીએસઆઈ એન.આર. કદાવાલાએ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર
