Gujarat

વિશ્વપ્રસિદ્ધ માધવપુરના મેળામાં આવવા વધુ યાત્રીઓને આકર્ષવા માટે ગીરસોમનાથ જિલ્લા કલેકટરશ્રી દ્વારા હોટેલ એસોસિયેશન સાથે મીટીંગ કરીને યાત્રિકોના રહેવા,‌ ભોજન,‌ અને પ્રવાસની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરાઇ

મેળા દરમ્યાન વેરાવળ-સોમનાથ અને તાલાલાની હોટલોમાં ૧૦-૦૪-૨૦૨૨ થી ૧૫-૦૪-૨૦૨૨ સુધી ૨૫% ડિસ્કાઉન્ટ ઉપરાંત ટૂરિસ્ટોને માધવપુર મેળામાં જવાના ટુરીસ્ટ પેકેજમાં ગાઇડ સાથે પરિવહન એક સમયની ભોજનની વ્યવસ્થા 800 માં પુરી પાડવામાં આવશે  

અહેવાલ :  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

———–

સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આગામી ૧૦ થી ૧૩ એપ્રિલ સુધી યોજાશે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી,ઉત્તર પૂર્વના આઠ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રિય મંત્રીશ્રીઓની ઉપસ્થિતી રહેશે

ગીર સોમનાથ તા-૦૧, પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ અને રુકમણી માતાના લગ્ન ની સ્મૃતિમાં પાંચ સૈકાઓ થી યોજાતો માધવપુરનો મેળો ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થયો છે ત્યારે ગુજરાતની પારંપારિક સંસ્કૃતિનું પ્રદર્શન કરતા આ મેળામાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉત્તર પૂર્વના આઠ રાજયોના માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાતના માનનીય મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

તત્કાલીન વિદર્ભ દેશ કે જે આજે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાય છે તે માતા રૂક્ષ્મણી નું જન્મ સ્થળ હોય તેમજ દ્વારિકા ના રાજા ભગવાન શ્રી કૃષ્ણ તેમને માધવપુર લાવીને પરણ્યા હોય ત્યારે ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાત ના પૌરાણિક અને ઐતિહાસિક સુભગ સમન્વયને નિહાળવા ઉત્તર પૂર્વના ૮ રાજ્યોના મુખ્યમંત્રીશ્રી માધવપુરના મેળામાં ઉપસ્થિત રહેનાર છે.

ત્યારે દેશવિદેશના લોકો માધવપુર ના મેળાને માણવા તેમજ ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે જિલ્લામાં સોમનાથ અને તાલાલા ખાતે આવતા યાત્રીકો માધવપુર ના મેળા નો લાભ લઇ શકે તેના માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલ સાહેબ ની અધ્યક્ષતા માં વેરાવળ અને તાલાલાના હોટલ સંચાલકો / માલિકોની મીટીંગ યોજાઇ હતી. જેમાં વેરાવળ અને તાલાલા ની તમામ હોટલોમાં મેળા દરમ્યાન આવનાર ટૂરિસ્ટોને 25% ડિસ્કાઉન્ટ સાથે હોટેલ થી માધવપુર સુધી લઈ જવા માટે ગાઈડ સાથે બસની ઉત્તમ સુવિધા ભોજન સહિતની વ્યવસ્થા વાજબી દરે ટુરીસ્ટ પેકેજમાં પૂરી પાડવામાં આવશે.

આ તમામ માહિતી હોટલોના રિસેપ્શન પર પોસ્ટર દ્વારા લગાવીને સોમનાથ અને તાલાલા આવતા યાત્રીઓને માધવપુર ના મેળા ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપવામાં આવશે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં નક્કી કરાયું હતું. ઉપરાંત માધવપુર મહોત્સવના સુચારૂ આયોજન માટે  કલેકટરશ્રી દ્વારા સ્વાગત, રહેઠાણ તેમજ અન્ય મહત્વની કામગીરી માટે ૧૧ સમિતિની રચના પણ કરવામાં આવી છે. માધવપુર મહોત્સવ અને હોટેલો અંગે વધુ માહિતી www.madhavpurfair.in પર ઉપલબ્ધ છે.હોવાનું ગીર સોમનાથ જીલ્લા માંહોતી વિભાગે  પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને જણાવ્યું હતું

IMG-20220401-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *