Gujarat

વીરપુરમાં જલારામ બાપાનો 141મો નિર્વાણ દિન ઉજવાશે

જલાબાપાની 141મી પુણ્યતિથિ નિમિત્તે તા. 26ને શનિવારે વીરપુરના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે.યાત્રાળુઓ માટે

જલાબાપાની જગ્યામાં દર્શન, અન્નક્ષેત્ર બન્ને ખુલ્લા રહેશે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલાબાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે, જલાબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે

જલારામ બાપા વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદ દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે કે, 141મી પુણ્યતિથિને 26 ફેબ્રુઆરીને શનિવારે છે, આ વર્ષે જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુરના વેપારીઓ અને વીરપુર વેપારી એસો. પણ ધંધા બંધ પાળીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપશે.

હરેશ ભાલીયા જેતપુર

IMG-20220224-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *