વેરાવળ
વેરાવળ સબજેલમાં ૭૩ દિવસથી દુષ્કર્મના ગુનામાં જેલમાં રહેલા વડોદરાના સ્વીમર કોચ પ્રકાશ સંજય શિમ્પીને નીંદર આવતી હોવાથી ટીવી બંધ કરવાનું કહેતા તે સમયે ટીવી જાેઈ રહેલા અન્ય ગુનામાં જેલમાં સજા કાપી રહેલા સાથી કેદીઓ શરીફ ચીનાઈ, અબ્દુલ ગની કુકસવાડીયા, શકીલ ઉર્ફે કાલુ કાબાવલીયા, હરીસિંહ જાડેજાએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. ચારેય કેદીઓએ પ્રકાશ સિમ્પીને ગળુ દબાવી ઢીકાપાટુનો મારમારતા જેલમાં ભારે દેકારો બોલી ગયો હતો. આ સમયે જેલમાં રહેલા અન્ય કેદીઓએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. બાદમાં જતા જતા શરીફે કહ્યુ કે, તું જેલમાંથી છુટ્ટી બહાર નીકળ તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ હુમલામાં દુષ્કર્મના આરોપી પ્રકાશને ઈજાઓ પહોંચી હોવાથી સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો. બાદમાં પ્રકાશે હુમલો કરનારા ચારેય આરોપીઓ સામે ફરીયાદ કરતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સબજેલમાં મધ્યરાત્રીએ કેદી ઉપર હુમલાની ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે.વેરાવળની સબ જેલમાં દુષ્કર્મના ગુનાનો આરોપીને રાત્રીના સમયે ઉંઘ આવતી હોવાથી અન્ય કેદીઓને ટીવી બંધ કરવાનું કહ્યુ હતું. આ દરમિયાન ચાર કેદીઓએ તેને ગળુ દબાવી ઢીકાપાટુનો મારમારી હુમલો કર્યો હતો. જેથી ભારે દેકારો બોલી ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્તને સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. આ હુમલા મામલે પોલીસે ચારેય કેદીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
