Gujarat

વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ દેવ નાં ચાલીસા માસની પૂર્ણાહુતિ અને બીજના દિવસે દરિયાદેવના પૂજન, શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા 

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળમાં સિંધી સમાજના પવિત્ર ચાલીસા માસની પૂર્ણાહુતિ અને બીજના પવિત્ર દિવસે સિંધી સમાજના લોકો દ્વારા ચોપાટી ખાતે સવારે 9 વાગ્યે દરિયાદેવ નું પૂજન કરી માનવજાતની સુખાકારી માટે પ્રાથના કરવામાં આવી હતી.ત્યારબાદ બપોરે સમૂહ પ્રસાદનું આયોજન સ્વામી લીલાશાહ ભવન સિન્ધી વાડી, વાણંદ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું.બપોરે ભવ્ય બાઇક અને કાર સાથે 3 ક્લાકેથી શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રા ઝુલેલાલ મંદિર, વાણંદ સોસાયટી ખાતેથી શોભાયત્રા નીકળી હતી.જે સોમનાથ સોસાયટી – ૩ થી પંચવટી મા આવેલ રાજુભાઈના ગુરૂદ્વારાથી સ્વામી શાંતિ પ્રકાશ હૉલ, બજરંગ સોસાયટી, રિંગ રોડ ગુરૂદ્વારા, ઝુલેલાલ મંદિર સોમનાથ સોસાયટી, લીલાશાહ નગર, ઝુલેલાલ મંદિર બંદર ખાતે પૂર્ણ થઈ હતી.ત્યારબાદ રાત્રે પણ સ્વામી શંતિપ્રકાશ હોલ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ, સિંધી સમાજ દ્વારા ચાલીસા પર્વ દરમિયાન 40 દિવસ વિવિધ કાર્યક્રમો યોજી પવિત્ર માસની ઉજવણી કરાઇ હતી.આ તકે બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *