Gujarat

બોડેલી નજીક મંગલ ભારતી પાસે બસનો થયો અકસ્માત 20 મહિલાને ઈજા એક મહિલા ગંભીર

બોડેલી નજીક અલીપુરા વિસ્તારની  બહેનો આણંદ મુકામે અક્ષર ફાર્મમાં પૂ. મહંત સ્વામીના પ્રાતઃ દર્શનાર્થે બે મીની બસો મારફતે મળસ્કે બોડેલી થી રવાના થયા હતા પણ મંગલ ભારતીની આગળ રોડ પર ઊભેલી ટ્રક માં પહેલી બસ ધડાકાભેર અથડાતા બસ માં સવાર 20 જેટલી મહિલાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.  જે પૈકી ચારેક મહિલાઓને વધુ ઇજા થતાં બોડેલી ની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાઇ હતી. જેમાંથી એક મહિલા ને ગંભીર ઇજા થયા વડોદરા રિફર કરાઈ હતી.
  આણંદ ખાતે દર્શન સવારે પાંચેક વાગ્યે કરવા માટે બોડેલી વિભાગની મહિલાઓ બે મીની બસ દ્વારા  મળસ્કે ત્રણેક વાગ્યે રવાના થઈ હતી. અલીપુરાની મણી નગર, દિવાળીબા પાર્ક અને ચંદ્ર જ્યોતિ સોસાયટી ની 40 થી વધુ મહિલાઓ હરિ ધૂન સાથે નીકળી હતી, પણ મંગલ ભારતી આગળ એક ટ્રક માર્ગ પર ઊભી હોવાથી તેની પાછળ બસ અથડાઈ હતી. જેમાં બસમાં સવાર તમામ મહિલાઓને ઇજા થઈ હતી. જેમાં બેન ને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાઈ હતી. જ્યારે અન્ય મહિલા  ને ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી બીજી બસ ને કોઈ નુકશાન થયું ન હતું. પણ અકસ્માત નો બનાવ બન્યા પછી બંને બસ ની મહિલાઓ બોડેલી પરત આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220829-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *