Gujarat

વેરાવળ ખાતે નગરપાલિકા દ્વારા ટીબીના ૫૦ દર્દીઓને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઈ

સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫” અંતર્ગત વેરાવળ પાટણ નગરપાલિકાની ટીમ પણ આ અભિયાનમાં સહભાગી થઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ ટીબીના  તમામ ૫૦ દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, વેરાવળ-પાટણ શહેરી વિસ્તારમાં પણ ટીબી મુક્ત કરવાની નેમ સાથે નિયમિતપણે તબીબો સાથે વાત કરી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા પણ કરવામાં આવતી હોય છે.
આ તમામ દર્દીઓને નગરપાલિકા દ્વારા આમંત્રણ આપી અને તમામને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઈ હતી. આ તમામ દર્દીઓને નિયમિતપણે ન્યુટ્રીશન કીટ અપાશે અને જરૂર પડ્યે તબીબની સલાહ પ્રમાણે આગળના દિવસોમાં પણ ન્યુટ્રીશન કીટ આપવાની જરૂર પડશે તો પણ પૂરી પાડવામાં આવશે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર સોમનાથ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ ફળઝાડ વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
————
ગીર સોમનાથ.તા.૨૩:ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા હોય તેવા ખેડુત મિત્રોએ વર્ષ: ૨૦૨૧-૨૨ના વર્ષમાં ફળઝાડ પ્રથમવર્ષ તથા બીજા વર્ષની સહાયનો લાભ લીધો છે. તેઓએ ફળઝાડ બીજું વર્ષ તથા ફળઝાડ ત્રીજા વર્ષની સહાય માટેના સાધનીક કાગળ જેમા તાજેતરના ૭ /૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ (વાવેતર
કરેલ બાગાયતી પાકની નોંધ સાથે), બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ,રસાયણીક ખાતર અને દવાના GST વાળા પાકા બીલ તથા સેન્દ્રીય / છાણીયા ખાતરના પાકા
વાઉચર તા.: ૩૧/૦૮/૨૦૨૨ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે,વિનાયક પ્લાઝા,ત્રીજો માળ, વેરાવળ  ખાતે સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે. વધુ જાણકારી માટે ફોન નંબર –૦૨૮૭૬ ૨૪૦૩૩૦ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમા જણાવવામા આવેલ છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર સોમનાથ જિલ્લામા  આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અને  કોવિડ રસીકરણ માટે  ૧૦ સપ્ટેમ્બર સુધી ખાસ ઝુંબેશ
—————
ગીર સોમનાથ તા.૨૩: ગીર સોમનાથ જિલ્લામા ૧૦ સપ્ટેમ્બર સુધી કોવીડ રસીકરણ પ્રિકોશન ડોઝ અને આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ માટે ખાસ ઝુંબેશ મહાઅભીયાન હાથ ધરવામા આવ્યુ છે.
આ ઝુંબેશ અન્વયે જિલ્લામાં તા. ૧૦ સપ્ટેમ્બર સુધી દરેક પ્રાથમિક/અર્બન આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, ઈ-ગ્રામ સર્વિસ સેન્ટરમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનો દાખલો સાથે રાખવાનો રહેશે.
ઉપરાંત કોરોનાને રોકવા માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો પણ જરૂરી છે. આ ઝુંબેશ હેઠળ રસીનો પ્રિકોશન ડોઝ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ લેવા અનુરોધ કરયો છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ઉના પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા “ઝુંપડા વીજળીકરણ યોજના”અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૨૨ લાખથી વધુના ખર્ચે ૬૩૮ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા
————–
ગીર સોમનાથ, તા.૨૩: રાજ્ય સરકાર દ્વારા લોકોને  તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી છેવાડાના લોકોને લાભ થઇ રહ્યા છે. પીજીવીસીએલની ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વપરાશના વીજજોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે. પીજીવીસીએલ  ઉના વિભાગીય કચેરી નીચે આવતા ૩ તાલુકાના ગ્રામ્ય/શહેરમા  ૬૩૮ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા છે
આ ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ પીજીવીસીએલ ઉના વિભાગીય કચેરી દ્વારા ગીર ગઢડા, કોડીનાર અને ઉના તાલુકામા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ૨૦૨૧-૨૨ વર્ષ દરમિયાન રૂ ૨૨ લાખથી વધુના ખર્ચે કુલ ૬૩૮ નવા કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં વિવિધ તાલુકાઓ જેમ કે, ગીર ગઢડામાં ૯૬, કોડીનારમા ૨૯૮, ઉનામાં ૨૪૪  વીજ કનેક્શન આપવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ  રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બીપીએલ લાભાર્થીઓ ઉપરાંત અન્ય ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧.૨ લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂ ૧.૫ લાખથી વધુ ન હોય તેવા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં સિંગલ ફેઈઝ વીજજોડાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદ વપરાશ મુજબ નિયત ટેરીફનું વીજબીલ જ ભરપાઇ કરવાનું રહે છે તેમ પીજીવીસીએલ ઉના વિભાગીય કચેરીની યાદીમાં જણાવાયું છે.

IMG-20220823-WA0267.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *