સોની યોગેશ પી સતિકુંવર વેરાવળ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે વર્ષ-૨૦૧૪ થી ૨૦૨૧ દરમ્યાન MVACT -૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ વાહનોના માલીકો દ્વારા આર.ટી.ઓ.કચેરી ખાતે દંડ ભરેલ ન હોય જેથી દંડ ભર્યા અંગેની પહોંચ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પાટણ દરવાજા અખાતે જમા કરાવી વાહન છોડાવી જવા સીટી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે અન્યથા અગાઉ વાહનોની હરાજી કરેલ તે મુજબ આ વાહનોની પણ સમય મર્યાદામાં જાહેર હરાજીની પ્રક્રીયા ચાલુ કરવામાં આવેલ છે જેથી આવા ડીટેઇન થયેલ વાહન માલીકોએ પોતાનું વાહન દિન-૦૭ માં છોડાવવા કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે જેની નોંધ લેવા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ અસરાની સાહેબ દ્વારા પત્રકાર સોની યોગેશ પી સતિકુંવર ને અખબારી યાદીમાં જણાવાયું છે.
