Gujarat

વેરાવળ સોમનાથ સર્કલ થી ગડુ (શેર બાગ) સુધી નું નેશનલ હાઇ વે પર લાંબા સમયથી અંધારપટ નગરસેવક અફઝલ પંજા નું આક્ષેપ નેશનલ હાઈ વે ના  જવાબદાર અધિકારીઓ નિંદ્રાધીન અને મુસાફરોના જીવ ખતરામાં..

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
તા.2/4/22 ભારત સરકાર એ નેશનલ હાઇવે બનાવવા માટે અબજો રૂપિયાનું ખર્ચ કરે છે જેથી દરેક ભારતીય આ માર્ગો નું ઉપયોગ કરીને આર્થિક રીતે મજબૂત બને અને લોકોનું જીવન વધુ સુખમય બને.પણ ખૂબ દુઃખ થાય છે જ્યારે અબજો રૂપિયાનું હાઇ વે પર ખર્ચ કરવામાં આવે છે પણ બેજવાબદાર અધિકારીઓ જ્યારે પોતાની ફરજ ચૂકે છે અને તું ભોગ નિર્દોષ લોકો બને છે.
સોમનાથ જેતપુર નેશનલ હાઇ વે એ ખૂબ વ્યસ્ત હાઇ વે છે જે પરથી હજારો લોકો મુસાફરી કરે છે પણ સોમનાથ સર્કલ થી ગડુ (શેર બાગ) સુધી ના હાઈ વે ની તમામ લાઈટો બન્ધ છે અને આ ખૂબ ગંભીર અને બેજવાબદારી પૂર્વક નું કામ છે.રાત્રિ ના આ રસ્તા પર ભયકર અંધારપટ હોય છે જેથી હાઇવે પર મુસાફરી કરતા લોકોનું જીવ જોખમ મા મુકાય છે પણ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ ના પેટ મા પાણી હલતું નથી અને આ બાબતની કોઈ દરકાર લેવામાં આવતી નથી.
નગરસેવક અફઝલ પંજા એ નેશનલ હાઈ વે ઓથોરિટી ના અધિકારીઓ ને સવાલ પૂછેલ છે કે  અંધારપટ ને કારણે કોઈ મોટું અકસ્માત થાય અને લોકોના જીવ જાય તક જવાબદાર કોણ રહેશે?શુ ટોલ નાકા એ ફક્ત લોકો પાસે થી પૈસા ભેગા કરવા માટે જ છે કે તેની જવાબદારી પણ આવે છે?નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારીઓને સવાલ છે આ ગંભીર બેદરકારી માટે કોણ છે જ્વાબદાર તેની તપાસ કરી તત્કાલ તેના પર પગલાં લેવામાં આવે

IMG-20220407-WA0395.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *