*અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે કરી છે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા*
પોષી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિન પોષી પૂનમ ને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે પોષી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં યાત્રિકો મા અંબાનાં દર્શને આવતા હોય છે અને માતાજી ના પ્રાગટ્ય દિન ને ધૂમધામથી મનાવતા હોય છે પોષી પૂનમ દિવસ નિમિત્તે મા અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે પોષી પૂનમના દિવસે અંબાજીનગર અને અંબાજી મંદિર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠે છે માતાજીની શોભાયાત્રામાં ઠેર ઠેર પ્રસાદ વિતરણ કેમ્પ લાગે છે ઢોલ નગારા શરણાઇ હાથી-ઘોડા ઊંટ ગાડી વિવિધ પ્રકારની ઝાંખીઓ શોભાયાત્રામાં જોવા મળે છે અંબાજી નગરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે પણ હાલમાં કોરોના ના કેસ વધતા સરકાર શ્રી દ્વારા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ઓનલાઇન દર્શનની કરી છે વ્યવસ્થા માતાજીના ભક્તો કરી શકશે ઘરે બેઠા દર્શન..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


