જેતપુર સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં ABVP નાં કાર્યકરતા તેમજ વાલીઓ દ્વારા હોબાળો.
જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં સ્કૂલ શરૂ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ આજે વાલીઓ તેમજ ABVP કાર્યકર્તાઓ સ્કૂલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં શિક્ષણના નામે વેપલો ચલાવી રહ્યા છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વેચવામાં આવે છે અને યુનિફોર્મ પણ જે સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવે છે તે ફરજિયાત લેવાનું સેન્ટ ફ્રાન્સિસ મેનજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. જેના પગલે વાલીઓએ તેમજ ABVP નાં કાર્યકર્તાઓ સ્કૂલે પહોંચ્યા હતા હોબાળો મચાવ્યો હતો
રાજ્ય સરકારે ખાનગી શાળાઓ દ્વારા ફીની ચલાવાતી ઉઘાડી લૂંટને બંધ કરવા કાયદો ઘડ્યો છે. પરંતુ સ્કૂલ સંચાલકોને કાયદાનો જરાપણ ડર ન હોય તેમ આજે સ્કૂલો શરૂ થતાની સાથે જ જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા શાળામાંથી જ પાઠ્ય પુસ્તકો ખરીદવાનું કહેવામાં આવેલ જેથી વાલીઓએ ABVP નાં કાર્યકર્તાઓનો સંપર્ક કરતા વાલીઓ તેમજ ABVP નાં કાર્યકર્તાઓ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ પુસ્તકો ફરજિયાત ખરીદવાનું કહેતા હોબાળો મચાવ્યો હતો
વાલીઓ તેમજ ABVP કાર્યકર્તા વિરોધ નોંધાવી ત્રણ દિવસનું સ્કુલને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ચોપડા તેમજ યુનિફોર્મની જાહેરાત પાછી લેવામાં નહિ આવેતો સ્કૂલની પ્રિન્સિપાલ ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે તેવી ABVP નાં કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી
હરેશ ભાલીયા જેતપુર


