ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગુજરાત સહિત દેશભરમાં ગરમી ખૂબજ પડી રહી છે. ગરમીમાં રાહત માટે લોકો અવનવા ઉપાયો કરે છે. તો શ્રીમંત લોકો એસી વગેરે સાધનોથી ગરમીથી બચે છે. તો વૈષ્ણવો અખાત્રીજ થી એક માસ સુધી ભગવાન ને ચંદન તથા પુષ્પ ના વિવિધ શ્રૃંગાર કરે છે. એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે હનુમાનજી મહારાજને પણ સુંદર પુષ્પ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ સેવા દિપક ભાઈ ભાલિયાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.


