કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની નવી કન્યા તાલુકા શાળા ખાતે લાઈફ સ્કિલ મેળાનું યોજાયો.
જેમાં
વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્ય ની ખિલવણી થાય તે માટે ધોરણ ૧ થી પ ના વિદ્યાર્થીઓ માટે બાળમેળાનું તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત લાઈફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ
વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવેલ હતો..જેમાં કોરોનાવાયરસ ની સરકાર શ્રી ની ગાઈડલાઈન ધ્યાને લઇને સમગ્ર આયોજન કરેલું હતું.
ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે બાળ વાર્તા નાટક માટીકામ છાપકામ કાતર કામ માટી કામ ગીત-સંગીત બાળ રમતો વિજ્ઞાનના સાદા પ્રયોગો વેશભૂષા વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી.હતી.સ્કિલ લાઇફ મેળા માં સમગ્ર એકાઉન્ટ પરચેસ વગેરે મેનેજમેન્ટ માટેનું બાળાઓ ને માર્ગદર્શન અપાયું હતું તેમજ
ધોરણ-૬થી ૮માં ફયુસ બાંધવો સ્ક્રુ લગાવવો જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યનો સમાવેશ થાય એ રીતે ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા.
આનંદ આનંદ મેળા વસ્તુ સામગ્રી અને વેચાણ સ્ટોલ જેવા ઉભા કરવામાં આવ્યા.આં સમગ્ર લાઈફ સ્કિલ મેળા માં
શિક્ષકો બાળકો તથા વાલીઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સાથે
બાળકોની આંખોમાં પણ હર્ષ ઉલ્લાસ જોવા મળતો હતો અને દરેક વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ માણ્યો. અને આં
” ગિજુભાઈ બધેકા “બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો સફળ રહયો.હતો આં સ્કિલ બાળ મેળા માં 100 થી વધુ બાળાઓ એ ભાગ લીધો હતો.
જેમાં શાળા ના આચાર્ય શ્રી સંજય ભાઈ નિમાવત તેમજ શિક્ષક નો સ્ટાફ વગેરે એ ખુબ સારી એવી જહેમત ઉઠાવી હતી.

