સંતરામપુર
સંતરામપુર પોલીસ સંતરામપુર ના વાંઝિયા ખુટ પાસે વાહન ચેકીંગ માં હતા. તે દરમ્યાન પિક અપ ડાલું આવતા ડાલા નો ચાલક પોલીસ ને દેખીને વાહન ભગાડ્યું હતું.પોલીસે વાહન નો પીછો કરીને પકડી પડ્યું હતું.પોલીસે વાહન ચાલક અશોક બિશનોઇ ને પકડી પકડીને પીક અપ ડાલા માં તપાસ કરી હતી.ડાલા માં લસણ ની બોરીઓ ની આડ માં પોશ ડોડા નો ૪૬ બોરીઓ મળી આવી હતી. બનાવ ની જાણ જિલ્લા પોલીસ વડા ને કરતાં જિલ્લા એસ. ઓ. જી પોલીસ સહિત જી ટિમો દોડી આવી હતી.પોલીસે દાલામાંથી ગાંજાે ના ડોડા ની ૪૬ બોરી નું વજન કરતાં ૯૨૦ કિલો ડોડા નો જથ્થો થતા પોલીસ ચોંકી ઉઠી હતી. આટલા મોટા પ્રમાણ માં પોશ ડોડા નો જથ્થો પ્રથમ વાર પકડાયો હતો. પોલીસે પકડાયેલા અશોક બિશનોઇ ની પૂછપરછ કરતાં તેને આ જથ્થો મન્સૂરી થી બાડમેર લઈને જતો હતો.પકડાઈ જવા ના ડર થી વાહન મધ્ય પ્રદેશ થી ગુજરાત થઈ બાડમેર જવાનું હતું. અને આવો ગાંજાે ના ડોડાનો જથ્થો બીજી વાર લઈને જતા પકડાઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.સંતરામપુર પોલીસ મથકે નારકોટિસ એકટ મુજબ નો ગુનો નોંધી ને પોલીસે તપાસ હાથ ધરી હતી.


