Gujarat

સમસ્ત ઘાંટવડ ગામ ના લોકો દ્વારા રુદેસ્વર જાગીર  ભારતી આશ્રમ ના મહંત મુકતાનંદ ભારતી મહારાજ ની શોભાયાત્રા કાઢવામાં આવી

   ગિરગઢડા
    ભરત ગંગદેવ..
 ઘાંટવડ ગામ માં રુદ્રેસ્વર જાગીર  ભારતી આશ્રમ ના મહંત આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી મહારાજ ના શિષ્ય મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતી મહારાજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ની પદવી આપવામાં આવી હતી તે ખુશી માં ઘાંટવડ ગામ સમસ્ત બંધ રાખી ને વેપારી ભાઈ ઓ તથા ગામ ના નાના મોટા બધા ધંધાર્થી ભાઈઓએ સાથ-સહકાર આપી ગામલોકો દ્વારા બાપુ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું  ઘાંટવડ સવાર ના દસ વાગ્યે આગમન થયું હતું અને ગામ લોકો દ્વારા મહંત નું ધુમ ધામ થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાપા સીતારામ બસ સ્ટેશન થી શોભાયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી અનેઆખા ગામ માં  શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યાર બાદ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ મંદિર સુધી શોભાયાત્રા ચાલી હતી અને ગામ ના નવનિયુક્ત સરપંચ અબ્દુલ ભાઈ મહેતર તથા ઉપ સરપંચ નટવર સિંહ મકવાણા તથા હિન્દુ તથા મુસ્લીમ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી  એકતા અને ભાઈચારાની નું ઉદાહહણ પૂરું પાડવામાં આવ્યું હતું અત્યાર સુધી માં  મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો હતો. તે દ૨૨જો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં સાધુઓનું ખૂબ મહત્વ છે. અને સાધુઓમાં મહામંડલેશ્વરનો દરજ્જો એ વધુ મહત્વનો છે. કોઈપણ અખાડાના સાધુઓને મંડલેશ્વરનો દરજ્જો આપવો હોય તો તેની વિધિ આજ સુધી કુંભ મેળાઓમાં જ થતી હતી. જ હવેઆ વિધિ-વિધાન સાથે જૂનાગઢ જૂના અખાડાના ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીને અને રુદ્રેશ્વર જાગીરના ઇન્દ્રભારતીના ઉતરાધીકારી તરીકે મુક્તાનંદ ભારતીને મંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. આ પદવી આચાર્ય અવધેશાનંદજી તથા સાધુ સંતોના મુખ્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર જૂનાગઢમાં મહામંડલેશ્વરનો સાધુઓને દરજ્જો આપવાની વિધિ જૂનાગઢના ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220303-WA0415.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *