Gujarat

સરકારી લેવડદેવડ કરતી બેંકો અને જીલ્લા તિજોરી કચેરી તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. 

 તા.૩૧-૦૩-૨૦૨૨ ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વિગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા સને. ૨૦૨૧-૨૨ ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઈ આવતી ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહી, તે હેતુથી હું સ્તુતિ ચારણ(આઈ.એ.એસ),કલેકટર છોટાઉદેપુર, ગુજરાત તિજોરી નિયમ-૨૦૦૦ ના નિયમ-૩૦૫ હેઠળ અમોને મળેલ સત્તાની રૂઈએ આથી (૧) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, છોટાઉદેપુર શાખા (૨)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,સંખેડા શાખા ,(૩) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,નસવાડી શાખા, (૪) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જેતપુર પાવી શાખા, (૫) સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કવાંટ શાખા, (૬)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બોડેલી શાખા, (૭) બેન્ક ઓફ બરોડા, લિંક બેન્ક તેમજ છોટાઉદેપુર જીલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જીલ્લા તિજોરી કચેરી છોટાઉદેપુર તથા તમામ પેટા તિજોરી કચેરીઓને તા.૩૧-૦૩-૨૦૨૨ ના રોજ સરકારી બીલો / ચેકોની લેવડ–દેવડનું કામકાજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી ચાલું રાખવા કલેક્ટર છોટાઉદેપુર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.સદરહુ હુકમનો સબંધકર્તાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *