Gujarat

સરકાર GST નો ઉપયોગ હથિયારની જેમ કરે છે અને ગરીબ અને મધ્યમ વર્ગ નુ શોષણ કરે છે – તેજસ વાછાણી 

ભારત સરકાર દ્વારા તાજેતર માં જ ફરીએક જીવન જરૂરિયાત ની વસ્તુ પર ના GST દર મા વધારો કરવા મા આવ્યો છે ત્યારે યુવા નેતા તેજસ વાછાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી મા આજ ભાજપ અને નરેન્દ્ર મોદી કહેતા હતા “મોદી લાવો મોંઘવારી ભગાડો”, “અચ્છે દિન આને વાલે હૈ” પરંતુ આજે શુ થઈ રહ્યુ છે ? આપણે બધા જોઈ રહ્યા છે એક બાજુ દેશના ગરીબ અને મધ્યમ લોકો ની આવક સતત ઘટતી જાય છે તો બીજી બાજુ મોંઘવારી વઘતી જાય છે આ સરકાર ઉદ્યોગપતિઓ ના લાખો કરોડો ના દેવા માફ કરી શકે છે પરંતુ જ્યારે દેશ ના ગરીબ અને મધ્યમ વર્ગ ની વાત આવે ત્યારે સરકાર કહે છે દેશ ના વિકાસ માટે GST વધારીએ છીએ આજે સરકારે દવા,કપડા,સ્વાસ્થ્ય, મકાન જેવી મૂળભૂત સુવિધાઓ પર GST દર નો વધારો કરી ને સીધો ગરીબ અને મધ્યમ વર્ગ પર પ્રહાર કરવા નુ કામ કર્યુ છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રીન્ટિંગ, ડ્રોઇંગ રાઈટિંગ ઇન્ક ચપ્પુ, કટિંગ બ્લેડ, પેન્સિલ, સંચો
સબમર્સિબલ પમ્પ અનાજ-કઠોળ, પવનચક્કી બિયારણ, ક્લિનિંગ સોર્ટિંગ મશીન એલઈડી લાઈટ, ફિક્સચર સોલાર વૉટર હીટર સિસ્ટમ ડ્રોઇંગ-માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચામડાંની બનાવટો જોબ વર્ક રોડ, પાઈપલાઈન નાખવાના કોન્ટ્રેક્ટ મોન્યુમેન્ટ સર્વિસ-સરકાર બેન્કની ચેકબુક નકશા એટલાસ સહિત વિવિધ વસ્તુઓ પર GST નુ ભારણ નાખવા મા આવ્યુ છે ઉપરોક્ત માથી માત્ર બે વસ્તુ મા જ ૧૨% GST વધારે સાથે કરવા મા આવેલ છે બાકી બધી વસ્તુઓ પર સીધુ ૧૮% GST કરી દીધુ છે આ યોગ્ય ન કહેવાય આઝાદ ભારત ના ઇતિહાસ મા પહેલી વાર હોસ્પિટલ નો બેડ નો ખર્ચે એક દિવસ નો ૫૦૦૦ હજાર થી વધારે નો હશે ત્યા પણ GST લાગશે લોકો આજે દેશ મા ખાનગી હોસ્પિટલ મા પોતાના પરિવાર ના સભ્ય ની સારવાર માટે લાચાર છે કેમ કે સરકારી હોસ્પિટલ આજે ખાખરા ને ખાડે તેવી છે અને જે પણ વ્યકતિ ૫૦૦૦ થી વધારે બેડ લે છે એનો અર્થ એ નથી કે એ ધનવાન છે લોકો પોતાના ધરેણા, જમીન ઘર બાર વેચી ને પણ પોતના પરીવાર ના સભ્ય ને બચાવવા માટે મહેનત કરતા હોય છે આવ મા હોસ્પિટલ પર આ GST યોગ્ય ન કહેવાય. એક બાજુ સરકાર કહે છે કે અમે ખેડૂતો ની આવક બમણી કરી છે પરંતુ બીજી બાજુ આજ ખેડૂત પર વિવિધ પ્રકારના GST લેવાય છે પહેલા ખેત ઓજાર મા GST પછી બિયારણ દવા મા GST આજે સરકાર ફરિ એક વાર બિયારણ અને સબમર્સિબલ પમ્પ મા GST ના દર મા વધારો કર્યો છે સબમર્સિબલ પમ્પ મા પહેલા ૧૨% GST હતુ હવે તે વધી ને ૧૮% થયુ એવી રીતે બિયારણ પર પહેલા ૫% GST હતુ જે વધી ને હવે ૧૮% થયુ આમા દેશ ના ખેડૂત ની આવક કેવી રીતે ડબલ થાય ? આજે દેશ નો ખેડૂત આ ગબ્બર સિંહ ટેક્સ (GST) થી થાકકી ગયો છે. પ્રિ પેકિંગ ખાદ્યપદાર્થ પર પણ GST નાખવા મા આવ્યુ છે એક બાજુ સરકાર મોંઘવારી માથી રાહત તો નથી આપતી તો બીજી બાજુ સરકાર પ્રિ-પેકિંગ ખાદ્યપદાર્થ પદાર્થ જેવા કે અનાજ, કઠોળ,દૂધ, દહીં, પનીર,ચીઝ જેવી વિવિધ ખાદ્યપદાર્થ પર GST નાખી ને ગરીબ ની થાળી મા તરાપ માર નુ કામ કર્યુ છે એક બાજુ સરકાર એવો દાવો કરે છે અમે લોકો ને બેંકનો ની સુવિધાઓ સુધી પહોંચાડિયા તો બીજી બાજુ સતત બેંકિંગ ની સેવાઓ સતત મોંઘીદાટ કરવા નુ કામ પણ આજ સરકારે કરેલ છે એક સમય હતો ATM માથી પૈસા નીકાળતી વખતે કોઈ ચાર્જ ન હતો પરંતુ આજે ૪ ટ્રાન્ઝેક્શન પછી ચાર્જ લાગે છે પહેલા ચેક બુક નવી લેવા પર કોઈ ટેક્સ ન હતો હવે નવી ચેક બુક પર ૧૮% GST લાગશે આમા લોકો કઇ રીતે બેકિંગ સુવિધાઓ નો લાભ લેશે ? આ સરકારે વિધાર્થીઓ ની ભણવાની વસ્તુઓ ને પણ ન છોડી પ્રીન્ટિંગ, ડ્રોઇંગ રાઈટિંગ ઇન્ક,પેન્સિલ, સંચો, નકશા, એટલાસ પર સીધુ ૧૮% GST નુ ભારણ નાખવા મા આવ્યુ એટલે સીધી અસર આની ગરીબ પરીવાર ના વિધાર્થીઓ પર થવાની છે આમા દેશ ના ગરીબ પરીવાર ના વિધાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરી શકશે ? આ બધા થી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આજે પણ સતત GST નવા નવા સુધારાઓ આવી રહ્યા છે જેને લીધે આજે પણ સતત વેપારીઓ હેરાન થાય છે સરકાર ઉતાવળ GST લાવી હતી જેના પગલે આજ દિવસ સુધી લોકો હેરાન થઈ રહ્યા છે.
આ બધુ જોઈએ ને એટલુ જ કહેવા નુ મન થાય છે કે સરકાર GST નામ ના હથિયાર થી ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ના ખિસ્સા કાપવાનુ કામ કરી રહી છે. તેમ માણાવદર તાલુકાના ખડિયા ગામના વતની અને ગુજરાત યુવા કોંગ્રેસના પ્રવક્તા તેજસ વાછાણીએ જણાવ્યું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220704-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *