સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામના વિદ્યાર્થીઓએ એસ. ટી પ્રશ્રે અંતે ચક્કાજામ કરવા મજબૂર થયાં છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ પીઠવડી શાળાએ જવા આવવામાં એસ. ટી. ની અસુવિધાનો સામનો કરી રહ્યા હતા અંતે કંટાળીને ચક્કાજામ કરવા મજબૂર બન્યા. આ અસુવિધા સંદર્ભે અવારનવાર સંલગ્ન વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ ફળદાયી પરિણામ ન મળતાં અંતે આજરોજ સવારે મોટા ઝીંઝુડા ખાતે આજરોજ એસ. ટી. ચક્કાજામ કરી લગભગ બે કલાક જેવો સમય એસ. ટી. વ્યવહાર બંધ રહ્યા બાદ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નના નિરાકરણ કરવા માટે તંત્ર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી. આમ તો જીંજુડા નાનું ગામ છે પણ શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી વિદ્યાર્થીઓ પીઠવડી કે સાવરકુંડલા ખાતે અભ્યાસાર્થે આવજાવ કરતાં હોય છે. આ અંગે મોટા ઝીંઝુડાના જગદીશભાઈ નિમાવત (ઘુઘા મહારાજ,) અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રાહુલભાઈ રાદડિયા, રામભાઈ ભરવાડ, મોટા જીંજુડા સરપંચ પંકજભાઈ ઉનાવા, પ્રવિણભાઈ ગુજરવાડિયા તથા પીઠવડી સરપંચ ભૌતિકભાઈ સુહાગીયા સમેત આગેવાનોએ પણ વિદ્યાર્થીઓની વ્યથાને વાચા આપી હતી.


