રીપોર્ટર.મકસુદ કારીગર
ફેબ્રુઆરી-2022 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા-2021-22 માં શાળાના 13 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ. જે પૈકી નડીઆદ તાલુકામાં શાળાના બે વિદ્યાર્થીઑ- પટેલ હિરલબેન યોગેશભાઈ તથા પરમાર માનવ બી. ટોપ ટેન મેરિટમાં આવી શાળાનું ગૌરવ વધારેલ છે. બંને વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર તરફથી માધ્યમિક શિક્ષણ માટે શિષ્યવૃતિ ફાળવવામાં આવશે. શાળાના આચાર્યશ્રી શૈલેશભાઈ પટેલે બંને વિદ્યાર્થીઓને તથા સામગ્ર સ્ટાફને અભિનંદન પાઠવી આગામી વર્ષે વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા હિમાયત કરી હતી.


