Gujarat

સાંતલપુર-કચ્છ હાઈવે પર બે દેશી તમંચા સાથે બે ઈસ્મો પકડાયા

પાટણ
સાંતલપુર તાલુકાના બકુત્રાથી બાબરા ગામ તરફના રસ્તે બનાવેલા ડેમમાંથી એસઓજી પોલીસની ટીમે બાતમી આધારે કચ્છના રાપર તાલુકાના વિજાપુર ગામના હાજીજુસબ ભાઈ હીગોરમને દેશી બનાવટની બંદૂક અને બંદૂકમાં ભરવાના ત્રણ છરા તેમજ સ્ફોટક પદાર્થ સાથે પકડી પાડ્યો હતો અને તેની સામે સાંતલપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.સાંતલપુર-કચ્છ હાઇવે પર પીપરાળા ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ કરી બાઈક પર પસાર થતાં બે શખ્સોને બે તમંચા સાથે પકડી પાડયા હતા. સાંતલપુર પીએસઆઇ એન.ડી.પરમાર મળેલી બાતમી આધારે તેમની ટીમ સાથે પીપરાળા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાઈક (જીજે-૧૦ ડીએચ- ૫૯૬૫) પર ગેરકાયદેસર દેશી હાથ બનાવટના બે તમંચા સાથે પસાર થતાં જામનગર જિલ્લાના મસીતીયા ગામના અસલમ વલીમામદ સુલતાન ખાફી અને મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જામનગરના દરેડા ગામે રહેતા અખ્તર હુસેન ગુલહુસેન અલીહુસેન મન્સૂરીને પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.૧.૩૨ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પુછપરછમાં ઝડપાયેલા શખ્સોએ મધ્યપ્રદેશના વિનોદ નામના શખ્શે તમંચા આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે સાંતલપુર પોલીસ મથકે તે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *