Gujarat

સાવરકુંડલાના પારેવા ઘર નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય નિર્લેપસ્વામીના સ્વ મુખે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાવરકુંડલા માનવ મંદિરના પૂ.ભક્તિરામબાપુ, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ભરતભાઈ જોષી, મગનભાઈ પાંડવ, લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાની  ઉપસ્થિતિ..

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલાના પારેવા ઘર નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સુપ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય નિર્લેપ સ્વામીના સ્વ. મુખે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં  સાવરકુંડલા માનવ મંદિરના પૂ.ભક્તિરામબાપુએ પણ આ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લીધો હતો. આ તકે પૂજ્ય ભક્તિરામબાપુએ વક્તા નિર્લેપસ્વામીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જ્યારે વક્તા પૂ. નિર્લેપ સ્વામીએ પણ ભક્તિરામબાપુને હાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું આ ઉપરાંત કથામાં સાવરકુંડલા લાયન્સ ક્લબના પ્રમુખ કરશનભાઈ ડોબરિયા અને કમલેશભાઈ શેલાર તેમજ દિપકભાઈ બોઘરા ઉપરાંત સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ટ્રસ્ટી ભરતભાઇ જોશી અને ડોક્ટર મગનભાઈ પાંડવ, અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા પણ  ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના વતની અને સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઈ જયાણી પણ કથા શ્રવણનો લાભ લીધો હતો . તમામ ઉપસ્થિત તમામ મહેમાનોનું વ્યાસપીઠેથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોશીએ શ્રોતાઓને બે શબ્દો દ્વારા સંબોધન કર્યું હતું અને માનવમંદિરના સંત ભક્તિરામબાપુએ પણ આ પ્રસંગે કેટલી પ્રાસંગીક વાતો કરી હતી. સમગ્ર કથા પ્રસંગ કાર્યક્રમમાં  નિવૃત આર્મીમેન અતુલભાઈ જાની અને અન્ય સેવકો દ્વારા કથા સમય દરમિયાન પાયાની સેવા કરવામાં આવી રહી છે કથાના વક્તા પૂ. નિર્લેપ સ્વામીએ ભાગવત પ્રસંગને પોતાની અલૌકિક વાણી દ્વારા રજુ કરતા સાથે સાથે સાવરકુંડલાની અને અમરેલી જિલ્લાની રાજસ્વી વ્યક્તિઓને પણ યાદ કરી હતી ઉપરાંત સાવરકુંડલાના અનેક સમાજ સેવકો લોકસેવકો અને સેવાથી ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની સેવાને બિરદાવી હતી.

Screenshot_20220407-172111_Samsung-Internet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *