સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજરોજ નારી સંમેલન યોજાયું. આ તકે આજરોજ સાવરકુંડલાની મોદી હાઈસ્કૂલમાં આ સંમેલનમાં અધ્યક્ષ સાંસદ નારણભાઇ કાછડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત તથા રંજનબેન જાની ઇન્ચાર્જ સીડીપીઓ, શ્રદ્ધાબેન શુક્લ ઇન્ચાર્જ સીડીપીઓ સાવરકુંડલા પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન મારું, ટી.ડી.ઓ પરમાર સાહેબશહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ નગરપાલિકા પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઇ , તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન બાળધા, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી શહેર મહામંત્રી વિજયસિંહ વાઘેલા રાજેશભાઇ નાગ્રેચા સહિત બાલ વિકાસ કચેરી સાવરકુંડલાના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં


