સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે આંગણવાડીના બહેનો દ્વારા “પોષણ દિન” વાનગી હરિફાઈ તેમજ રંગોળી સ્પર્ધા દ્વારા પોષણ દિનની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટા જીંજુડાના સરપંચ પંકજભાઈ ઉનાવા, ગ્રામ્ય આગેવાન જગદીશભાઈ નિમાવત, તલાટી મંત્રીશ્રી તેમજ તાલુકામાંથી પધારેલ સીડીપીઓ કો. ઓ. ભાઈઓ તથા બહેનો તેમજ મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહેલ. જેમની પ્રેરક હાજરીમાં સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ. આમ સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે પોષણ દિનની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવેલ.

