સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ નિમિત્તે આજરોજ અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે શહેર યુવા ભાજપ દ્વારા પુષ્પાંજલિ રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વંદના કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી રાજુભાઈ નાગ્રેચા તથા શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ અને શહેર યુવા ભાજપના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી તથા શહેર કિસાન મોરચાના પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ બુહા તથા શહેર અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી લલીતભાઈ મારુ, ભુપતભાઇ પાનસુરીયા, કલ્પેશ રાઠોડ, ગૌતમ સાવજ, નિખિલ ઘેલાણી, મોનીલ ધંધુકિયા, કિશન ત્રિવેદી, સંજય જેઠવા, સહિતના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સુરેશભાઈ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહીદોનું બલિદાન હંમેશા રાષ્ટ્ર માટે કઈંક કરી બતાવવાની પ્રેરણા અર્પે છે.


