Gujarat

સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરમેનની કામગીરીને બિરદાવતાં સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
તારીખ ૨૨ ના રોજ ખાંભા તાલુકાના લાસા ગામે રેવન્યુ વિભાગમાં ભીષણ આગ લાગી હતી ત્યારે તેની જાણ સાવરકુંડલા નગરપાલિકાને રેવન્યુ વિભાગ દ્વારા થતાંજ તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઇટરમેન જયરાજભાઈ ખુમાણ અને રવીભાઈ જેબલીયાએ ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. તેમ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીની યાદી જણાવે છે હજુ તો સાવરકુંડલા નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા એ કામગીરી પૂર્ણ કરીને પરત ફરતાં
લગભગ રાતના ૧૦-૩૦ આસપાસ ખડકાળા રેલ્વે ટ્રેક ઉપર આગ લાગી તેવી માહિતી મળતાં સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઇટરને ઘટના સ્થળે તાત્કાલિક રવાના કરાવતા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી  નગરપાલિકાના ફાઈટર વિભાગના હેડ મનુભાઈ ખુમાણ,ફાયરબ્રિગેડ ઓપરેટર જયરાજભાઈ ખુમાણ અને કૌશીકભાઈ બોરીસાગરને તાત્કાલિક જાણ કરી ધટના સ્થળે ફાઈટર રવાના કર્યા એને આગને કાબુમાં લીધી હતી અને તમામ પ્રશાસને સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાને અભીનંદન પાઠવ્યા હતા. આમ સાવરકુંડલા નગરપાલિકાનાં ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને ફાયર ફાઇટરમેન ફાયર બ્રિગેડના હેડ મનુભાઈ ખુમાણ ફાયર બ્રિગેડ ઓપરેટર જયરાજભાઈ ખુમાણ અને કૌશિકભાઈ બોરીસાગરની કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *