સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-સુરત ખાતે સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે જેમણે વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેવી ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોની નારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. page-3 મેગેઝિન નિખિલ મદ્રાસી દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો .શિલ્પાબેનને ગુજરાત સરકાર તરફથી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી તરફથી વિશિષ્ટ શિક્ષક સન્માન, માતૃભાષા અભિયાન અમદાવાદ તરફથી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રામકૃષ્ણ મિશન રાજકોટ તરફથી સ્વામી વિવેકાનંદ પ્રકલ્પ શિલ્ડ તથા ભગિની નિવેદિતા શિલ્ડ પ્રાપ્ત કરેલ છે .તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા દર વર્ષે યોજાતા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં છ વર્ષ સુધી નવતર પ્રયોગ રજૂ કરી પોતાની અધ્યાપન ક્ષમતાનો સુંદર પરિચય આપી છ વખત નવતર પ્રયોગ શિલ્ડ તથા પ્રમાણપત્ર મેળવેલ છે .તેમનું એક ઇનોવેશન આઇ.આઇ.એમ અમદાવાદ અમદાવાદ ખાતે ઇંગલિશ વિષયમાં કેસ સ્ટડી તરીકે લેવાયું હતું .જેનો લાખો શિક્ષકોએ અભ્યાસ કર્યો હતો વળી માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા અમદાવાદ માતૃભાષા અભિયાન અમદાવાદ ખાતે બે વખત નવતર પ્રયોગ રજૂ કરી શિલ્ડ તથા પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેના કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ કરેલ .જીવન શિક્ષણ બાલસૃષ્ટિ શિક્ષક જ્યોત સર્જક સેતુ વર્તમાન પત્રોમાં તેમની કૃતિઓ પ્રગટ થઈ છે. તેમના પાંચ વિદ્યાર્થીઓનો એન. એમ. એમ. એસ .પરીક્ષામાં મેરીટમાં સમાવેશ થયેલો
છે .સી.આર.સી.કક્ષાએ ,તાલુકા કક્ષાએ ,જિલ્લા કક્ષાએ તેમના દ્વારા માર્ગદર્શિત કૃતિઓ રજૂ થતી રહે છે .આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલી ને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈ બાળકોના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયત્નો કરતા રહે છે તેમણે *સ્વખર્ચે વિચારોનું વાવેતર પુસ્તકાલય દ્વારા બાળકોમાં મૂલ્ય શિક્ષણનું ઘડતર કરી રહ્યા છે.* શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ તથા શાળા પરિવાર શિલ્પાબેનને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
Attachments area


