સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા એસ. ટી ડેપો ની બરોબર સામે આવેલું પાણીનું પરબ અહીંથી આ ધોમધખતા તાપમાં પસાર થતાં રાહદારીઓ માટે રણમાં મીઠી વીરડી સમાન હોય તેવું લાગે છે.. આ પાણીના પરબમાં નિયમિત સફાઈ કરી ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. સાવરકુંડલા શહેરનાં પ્રતિષ્ઠિત પકવાન રેસ્ટોરન્ટ દ્વારા આ બળબળતાં ઉનાળામાં પણ આ પરબ માટે પાણીનો પુરવઠો અવિરત વિનામૂલ્યે પૂરો પાડવામાં આવે છે. આ પાણીના પરબની સંભાળ તથા રખરખાવ અહીંના સેવાભાવી બિરાદર રહેમાનભાઈ સૈયદ, સલીમભાઈ ચૌહાણ ઈકો ગાડીવાળા તથા સતારદાદા કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માત્ર માનવસેવાની ભાવનાથી કાર્ય કરે છે. પરબની બાજુમાં સિમેન્ટનો ટાંકો પણ પશુઓ માટે પાણી પીવાના હવેડા તરીકે ઉપયોગ થાય છે. આ હવેડાને પણ નિયમિત રીતે સાફ સફાઈ કરી અને સ્વચ્છ પાણી જ ભરવામાં આવે છે..અહીં વૃક્ષની છાંયડા નીચે આ પાણી પીવાનું પરબ એટલે આવતાં જતાં મુસાફરો માટે તો મીઠો મધ અમીનો ઓડકાર સમાન છે. આમ માનવસેવાની ભાવના હોય તો વિવિધ સગવડો સરકારી સહાય વગર પણ લોકોને પૂરી પાડી શકાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ તરીકે આ પાણીના પરબને ચોક્કસ લઈ શકાય. અહીં પરબની નજીકમાં જ પોતાનો નાનોમોટો ફળ વેચવાનો વ્યવસાય કરતાં ઈરફાનભાઈ પઠાણ પણ અહીં લોકો પાણીનો ખોટો વેડફાટ ન કરે તે માટે સતત ધ્યાન આપે છે. આમ પણ પાણી એ જ જીવન છે. જીવનમાં પાણીનું ખૂબ અગત્યનું સ્થાન છે.

