સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો સાવરકુંડલા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ તો જર્જરિત ભાડાના મકાનમાં બેસે છે. અને એ પણ ખૂબ મર્યાદિત સ્ટાફ સાથે.. હવે જો આવી સુવિધાયુકત નવી ઈમારત બની હોય તો અહીં એક શાખા તો શરૂ કરો સરકાર.. હેં! કોઈને ખબર છે, ભાઈ! આ હાથસણી રોડ પર આવેલા નવનિર્મિત પોસ્ટ ઓફિસના બિલ્ડીંગનું ખરા અર્થમાં લોકાર્પણ ક્યારે થશે? અને ૬ બિલિયન ડોલર જીડીપી ગ્રોથ રેટની અપેક્ષા રાખતાં સ્વર્ણિમ દેશમાં હવે આ નવી પોસ્ટ ઓફિસની બ્રાંચ ક્યારે શરૂ થશે? લાગે છે તો એવું કે આ પોસ્ટ ઓફિસની ઈમારત કોઈ મહાન હસ્તીનો ઇંતેજાર કરી રહી છે…!! હા, હવે ઉધ્ધાર કરો, એ પહેલાં કે આ ઈમારત ખંડેર ન બને એ પહેલાં એ ઈમારત કાર્યાન્વિત બને.. હે, પ્રભુ! તારા બાલુડાં બે હાથ જોડીને તને વિનંતી કરે છે કે હવે આ ડાકઘર શરૂ થાય. જો કે આ તો સરકારી તંત્ર પછી એનું શું પૂછવું..!! હાથસણી રોડ પર વસવાટ કરતી આમજનતા આપને હાર્દિક વિનંતી કરે છે.. કશું તો સાંભળો સરકાર…આમ તો છેલ્લાં છ માસ કરતાં વધુ સમયથી આ પોસ્ટ ઓફિસની ઈમારત તૈયાર થઈ ગઈ છે.. પરંતુ હજુ સુધી શરૂ થવાનું મુહૂર્ત નથી આવતું..!! અરે ભાઈ, કોઈ સારા જ્યોતિષશાસ્ત્રી પાસે કોઈ જાવ અને એનું મુહૂર્ત તો ગોતો…

