Gujarat

સાવરકુંડલા શહેરમા આજરોજ સવારે ૧૦-૩૦ કલાકે અહીં મહુવા રોડ ખાતે આવેલાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા ૯૭ સાવરકુંડલા લીલીયા વિધાનસભા સંવાદ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ ખૂબ ઉત્સાહ, ઉમંગ અને જોશીલા વાતાવરણમાં અમરેલી કોંગ્રેસ પ્રભારી  સહ પ્રભારીની ઉપસ્થિતિમાં ૯૭  સાવરકુંડલા લીલીયા વિધાનસભા સંવાદ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસ સમર્થિત સરપંચશ્રી, કોંગ્રેસ આગેવાન કાર્યકરો અને પત્રકારોની હાજરીમાં સાવરકુંડલા શહેરના કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક, પ્રમુખ કનુભાઈ ડોડીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અમરેલી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમરેલી જીલ્લા કોગ્રેસ પ્રમુખ ડી. કે રૈયાણી, સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રભારી બિશ્નોઈજી સહ પ્રભારી મીણાજી. મહિલા પ્રભારી શિપ્રાબેન શ્રીવાસ્તવ વગેરે સમેત અનેક કોંગી નેતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં સાંપ્રત સરકારની શાસન પધ્ધતિની કડક આલોચના કરવામાં આવેલ. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં હવે કોંગ્રેસ જ સત્તાનું સુકાન સંભાળશે એવો દ્રઢ સંકલ્પ પણ કરાયો અને તમામ કાર્યકરોને ઘર ઘર મહોલ્લે મહોલ્લો ખૂંદી વળી કોંગ્રેસ શાસનમાં આવશે તો કેવા કેવા પગલાં લેશે તે અંગે દરેક નાગરિકને સમજાવી સાંપ્રત સરકારની અન્યાયી નીતિઓ વિશે પણ સમજાવવા અને આ કાર્ય ઘરનું સમજી આજથી જ ઉપાડી લેવું. એવી હાકલ મંચ પરથી કરવામાં આવેલ. આ સમયે કોગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ અમરેલીની તમામ બેઠકો કોંગ્રેસને  ફાળે જશે તેવી  ખાતરી આપી હતી. તો અમરેલી ધારાસભ્ય પરેશ ધાનાણીએ તો તેની આગવી સ્ટાઇલમાં વર્તમાન સરકારની અન્યાયી નીતિઓ સામે જોરદાર ચાબખાના પ્રહાર કર્યા. આ તકે અમરેલી કોંગ્રેસ પ્રભારી સહ પ્રભારી બંને નેતાઓએ રાજસ્થાન મોડેલની ચર્ચા કરી ગુજરાતમાં પણ કોંગ્રેસ સત્તા પર આવશે તો  રાજસ્થાન મોડેલ જેવું સુશાસન લાવશે એવો કોલ પણ આપેલ. આમ સાવરકુંડલા શહેરનાં લોહાણા બોર્ડિંગના કોંગ્રેસ આગેવાન કાર્યકરોથી ખચાખચ ભરાતાં સત્તા પક્ષ પણ હવે વધુ સતર્ક થશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. કુલ ગણીએ તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સતાપક્ષ માટે કપરાં ચઢાણ તો ચોક્કસ કહી શકાય.

20220808_112523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *