રમત-ગમત, યુવા અને સાંસ્કૃ્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટક સિધ્ધિ હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, જે તે વર્ષની તા. ૧ જાન્યુઆરી થી તા. ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટમ સિધ્ધિ હાંસલ કરી હોય તેવાં ગુજરાત રાજ્યના કોઈપણ વ્યક્તિ/સંસ્થાાનું સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવા માટે અરજી મંગાવવામાં આવે છે.
જેની નિયત નમૂનાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ -૩૬૨૦૦૧ ખાતેથી મેળવી તથા તા. ૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના દિવસોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને જમા કરાવવાનું છે.જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
