હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકા ના સરા ગામે હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં સમૂહ આરતી તેમજ નાની નાની બાળા ઓ દ્વારા વિવિધ પ્રકાર ના રાસ ગરબા તેમજ નૃત્ય કરી માં આદ્યશક્તિ ની આરાધના કરાઈ છે તેમજ નાનું એવું સરા ગામ એકતા નું ઉદાહરણ પૂરું પાડતા ભાઈઓ તેમજ બહેનો નો સમૂહ રાસ નું પણ આયોજન કરવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવ ઉજવવા ગામના તમામ યુવાનો, આગેવાનો, તેમજ સરપંચ શ્રી એક મત બની ભારે જહેમત ઉઠાવી આ નવરાત્રી મહોત્સવ ને પારિવારિક રીતે ઉજવણી કરવામાં આવે છે

