Gujarat

સુપ્રસિદ્ધ કોલમિસ્ટ અને મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડના નિધનના સમાચાર સાંભળીને સાવરકુંડલા સાહિત્યપ્રેમીઓમાં ઘેરા  શોકની લાગણી પ્રસરી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એક ઊંચા ગજાના કોલમિસ્ટ અને સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડ સાહેબનું નિધન થતાં સાહિત્ય જગત ઘેરા શોકમાં ડૂબી ગયું.
 “કેલિડોસ્કોપ” કોલમથી પ્રસિદ્ધ, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડ સાહેબના  નિધનના સમાચાર મળતાં સાવરકુંડલા સાહિત્યપ્રેમીઓમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો.  તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન હતા. (૧૯૮૨ થી ૧૯૮૪)
એપોલો હોસ્પિટલ ખાતે ૯૪ વર્ષે ગઈકાલે શનિવારે અવસાન થયેલ. આ સમાચાર સાંભળીને સાવરકુંડલા સાહિત્ય પ્રેમીઓમાં દુખની લાગણી વ્યાપી.. આમ ધીમે ધીમે શ્રેષ્ઠ સાહિત્યકારોની વસમી વિદાયથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે.. ઈશ્ર્વર તેનાં આત્માને ચિર શાંતિ આપે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *