સુરત
આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા માત્ર બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાનો સંગઠન કરવામાં આવ્યું છે. દલિત સમાજ સાથે સંકળાયેલા સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાના પૂતળા દહન કરીને આમ આદમી પાર્ટીની માનસિકતા ઉપર પ્રશ્ન ઉભો કર્યો છે. રાજકીય રીતે લાભ મેળવવા માટે માત્ર બિરસા મુંડા અને ભીમ મોરચાના નામનો ઉપયોગ કર્યો છે. જાતિવાદી માનસિકતા ધરાવતા ગોપાલ ઇટાલિયા જે પ્રકારે સંગઠનમાં નવી સમિતિઓના નામની રચના કરી છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અનુસૂચિત જનજાતિના મત મેળવી લેવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવી કમિટી બનાવવામાં આવી છે. જેમાં માત્ર બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે તે અન્ય સંગઠનની કોઈ કમિટીને કોઈ મહાપુરૂષને વિભૂતિના નામથી રચના કરવામાં આવી નથી. જેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી. માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ નોંધાવ્યો છે અને આ બાબતની ગંભીરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ લેવી જાેઈએ.વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં અનેક પ્રકારના રાજકીય વિરોધ પ્રદર્શનો અને સમર્થકોના કાર્યક્રમો સામે આવતા રહે છે. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આપના સંગઠન દ્વારા કરવામાં આવેલા ર્નિણયનો વિરોધ દર્શાવ્યો હતો.


