Gujarat

એસજી હાઈવે પર ગુજરાત ટૂરિઝમમાં ગાડી ચલાવતા યુવક સામે ફરિયાદ

અમદાવાદ
ટ્રાફિક-પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે ૧૫મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં સગીર વાહનચાલક ટૂ-વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.૨ હજાર, જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો ૩ હજાર દંડ વસૂલ કરાશે. પોલીસની આ ઝુંબેશમાં પ્રથમ દિવસે જ અંડર એજ ડ્રાઈવિંગના ૧૦૦થી વધુ કેસ કરવામાં આવ્યાં છે. એ ઉપરાંત બ્લેક ફિલ્મવાળી ગાડીના ડ્રાઈવરો વિરુદ્ધ પણ ૪૦ જેટલા કેસ કરવામાં આવ્યાં છે.ગુજરાતમાં પોલીસ ખાસ ડ્રાઈવ યોજીને લોકોને ટ્રાફિકના નિયમોનો અમલ કરાવે છે, પરંતુ કેટલાક લોકો નિયમોને ઘોળીને પી ગયા હોય એમ કોઈપણ પ્રકારના ડર વિના જ જાેખમી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મકરબા નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી જીજે-૦૯-બીજી-૧૯૧૦ નંબરની કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી આગળની સાઈડનો ડાબી બાજુનો દરવાજાે ખુલ્લો રાખીને કાર ચલાવતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. તેના આ પ્રકારના ડ્રાઈવિંગને કારણે હાઈવે પર અકસ્માતની ઘટના બને તો જીવનું જાેખમ ઊભું થાય એવું હતું. જેથી ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ એમ ડિવિઝન ટ્રાફિકમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારનો ઉપયોગ ગુજરાત ટૂરિઝમમાં થતો હતો. આ ગાડીનો વીડિયો સામે આવતાં જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ ગાડી ગુજરાત ટૂરિઝમમાં ફરે છે. ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખી જ ના શકાય, પરંતુ આ ડ્રાઈવર તેની ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખીને હાઈવે પર ફરતો હતો. તેની સામે એમ ડિવિઝન ટ્રાફિક દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ગાડી ચલાવનાર સિદ્ધાર્થ સતીષભાઈ ગઢવી નામનો યુવક ૨૦ વર્ષની ઉંમરનો છે અને ગાંધીનગરના મહાદેવપુરા છાલાનો વતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *