વડોદરા
સુરતના એ.કે રોડ પર આવેલા ધરમ નગરમાં રહેતા કમલેશ મધુભાઈ માલવિયા મકાન બાંધકામનો ધંધો કરે છે. ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં પત્નીની એપોઈમેન્ટ હોવાથી તેઓ સુરતથી પુત્ર, પત્ની, પૌત્ર અને પુત્રની સાળી સાથે નિકળ્યા હતા. આ દરમિયાન મળસ્કે ગાડી જ્યારે નેશનલ હાઇવેના રણોલી બ્રિજ પાસે આવી ત્યારે પાછળથી એક સફેદ રંગની જીપે ગાડીને ટક્કર મારીને જીપને ગાડીની આગળ ઉભી કરી દીધી હતી. જીપમાંથી અજાણ્યા ૨૫થી ૩૦ વર્ષના ૪ યુવકોએ ઉતરીને કારની ડ્રાઈવર સીટનો કાચ તોડીને કમલેશ ભાઈને માથાના ભાગમાં લાકડી મારતાં ગંભીર ઇજા થઇ હતી. ત્યાથી જ ડાબી બાજુએ કમલેશ ભાઈનો પુત્ર ધાર્મિક હતો તેને કહ્યું હતું કે જે હોય તે બધું આપી દે, તેથી ધાર્મિકે પોતાનુ પર્સ આપ્યું હતુ. પર્સમાંથી રૂપિયા કાઢીને પર્સ પાછુ ગાડીમાં ફેંકી દઈ પાછળની સીટ પર બેઠેલા કમલેશ ભાઈના પત્ની અને ધાર્મિકની સાળી પાસેથી ઘરેણાં કઢાવ્યા હતા. જેથી મહિલાઓએ બૂમાબૂમ કરતા ગાડીની ચાવી ગાડીની અંદર ફેંકીને લૂંટારાઓ વાસદ તરફ ભાગી ગયા હતા. મહિલાઓએ પહેરેલા સોના ચાંદીના દાગીના, ઘડીયાળ અને ધાર્મિકના પર્સમાંથી ૧૫ હજાર રોકડ મળી કુલ ૮૮,૫૦૦નો માલ ફિલ્મી ઢબે લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. કમલેશભાઈને ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ તેમનો પુત્ર ધાર્મિક ઘટના સ્થળે જ રોકાયો હતો. ત્યાં તેને જાણવા મળ્યું હતું કે તેમની સાથે થયેલી ઘટના બાદ એક મારુતી બલેરો ગાડીને પણ તે જ લૂંટારાઓએ લૂંટ્યા હતા અને તેમની પાસેથી પણ ૨૫ હજાર પડાવ્યા હતા.શહેર નજીક આવેલા નેશલન હાઈવે પર આવેલા રણોલી બ્રિજ પાસે મળસ્કે સુરતના કોન્ટ્રાક્ટરની કારને ટક્કર મારી જીપમાં ધસી આવેલા ૪ લૂંટારાઓએ ફિલ્મી ઢબે લુંટ્યા હતાં. કોન્ટ્રાક્ટરે છાણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ૪ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
