Gujarat

સુરતમાં એસટી બસની અડફેટે યુવકનું મોત

સુરત
મૂળ નેપાળનો રહેવાસી અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો સુભાષ રાકેશ પાસીના (ઉં.વ.આ.૧૯)ના પાંડેસરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરીને બીઆરટીએસ રૂટમાંથી પસાર થતો હતો. એ તે દરમિયાન બીલીમોરાથી મોડાસા જતી બસની અડફેટે આવી ગયો હતો, જેથી ઘટનાસ્થળે માથું ફાટી જતાં તે મોતને ભેટ્યો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું, જેથી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માત નિપજાવનાર એસટીના ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જેથી તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એસટી બસની અડફેટે આવી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ નેપાળનો વતની યુવક અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે સીએનજી પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન એસટી બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *